સવારની વાતો
સવારની વાતો
સવારની તાજગી છો તમે
મનગમતી વાનગી છો તમે
સવારની સૌરભ છો તમે
મનગમતી મૌસમ છો તમે
સવારની મુલાકાત છો
મનગમતી શરૂઆત છો તમે
સવારની મજા છો તમે
મનગમતી રજા છો તમે
સવારની મીઠાશ છો તમે
મનગમતી લીલાશ છો તમે
સવારનો સાથ છો તમે
મનમગતો હાથ છો તમે
સવારની લાગણી છો તમે
મનગમતી આંગળી છો તમે
સવારની સજાવટ છો તમે
મનગમતી આહટ છો તમે
સવારની સુંદર અર્ચના છો તમે
મનગમતી મારી રચના છો તમે

