રહેવું ક્યાં
રહેવું ક્યાં
મૃત થઈને તરવું છું માણસ થઈને મરવું છું
વાદળ થઈને બચવું છું ઝરમર થઈને વરસવું છું,
વરસવું તો પછી બારેમાસ વરસવું
ઝરમર થઈને વરસવું છું,
થવાનું બધું થયા જ કરવાનું છે
લાચાર થઈને ફરવું છું,
આગળ જઈને જવું ક્યાં
પાછળ પડીને રહેવું ક્યાં,
મનની વાત કરવી ક્યાં
એમની વાતો સાંભળવી ક્યાં,
આગળ વધીને કેટલા વધવું
આ છેલ્લે પાછા ફરવું છું,
ભડભડ સળગી જવું
હવે એમ જ સુધી રહેવું ક્યાં ?

