STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

એ તું છે

એ તું છે

1 min
337

દુઃખનાં દરીયામાંથી,

સુખની સેજ પર લાવનાર,

એ તું છે,


આથમતા ઉમંગના દરિયામાં,

સુખના મોજા ઉછાળનાર,

એ તું છે,


ઈચ્છાના ઓલવાતા દીવામાં,

આશાનું તેલ પૂરનાર,

એ તું છે,


હિમશિલાની જેમ ઠરી ગયેલા,

પૂતળાની જેમ સ્થિર થયેલા,

આ શરીરમાં પ્રાણ પૂરનાર,

એ તું છે,


વિખરાઈ ગયેલી ખુશીઓને,

એકત્રિત કરનાર,

એ તું છે,

જીવનમાં અફાટ સમંદરમાં,

ડૂબતી મારી નૈયાને,

નાખુદા બની કિનારે લાવનાર,

એ તું છે,


કાળની થપાટો ખાઈને મરી ચૂકી હતી હું,

પણ મારી ભસ્મમાંથી,

ફીનીક્ષ બનાવી ઊડાવનાર,

એ તું છે,


હું તો કાળની ભઠ્ઠીમાં,

ઘડાયેલ લોહચુંબક હતી,

પણ મને પારસમણિ બનાવનાર,

એ તું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance