વરસી જાય
વરસી જાય
અમીની મુલાકાત સ્મિત બનીને વરસી જાય
સ્મિતની મુલાકાત મિત બનીને વરસી જાય
મિતની મુલાકાત શ્વાસ બનીને વરસી જાય
શ્વાસની મુલાકાત વિશ્વાસ બનીને વરસી જાય
વિશ્વાસની મુલાકાત આશ બનીને વરસી જાય
આશની મુલાકાત સાથ બનીને વરસી જાય
સાથની મુલાકાત વાસ બનીને વરસી જાય
વાસની મુલાકાત આનંદ બનીને વરસી જાય
આનંદની એ વાતો જીવન બનીને જીવી જાય
અમીની મુલાકાત સ્મિત બનીને વરસી જાય

