જીવનનો સાથ
જીવનનો સાથ
મનની મોટી વાતો આતો મનની મોટી વાતો
કોઈને ગમે કોઈને અણગમી લાગે આતો મનની મોટી વાતો,
જીવનની આ જૂની ભાતો આતો જીવનની છે ભાતો
કોઈને ગમે કોઈને મનમાં જ રમે જીવનની આ ભાતો,
સંગાથીનો આ સાથ આતો સંગાથી સાથ
કોઈ સાથે ચાલે કોઈ દૂર દૂર ભાગે આતો સંગાથીનો સાથ,
પરિવારનો હાથ આતો પરિવારનો હાથ
કોઈને આપતો સાથ આતો પરિવારનો હાથ,
સ્મિતનો સાથ અને સહકારનો હાથ
મનની આશ સાથ સાથ જીવનનો સાથ.

