STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

જીવવાની છૂટ છે

જીવવાની છૂટ છે

1 min
382

અડધી રમતથી ઊઠવાની છૂટ છે,

તારા મનમાં જીવવાની છૂટ છે,


બીજા ના વાતથી બોજ ના બનું

સિવેલા હોઠ ને લઈ જવાની છૂટ છે,


ખાલી આ જીવીને હવે શું કરું

તને ચાહીને માણવાની છૂટ છે,


મરજીથી મનફાવે એવી રીત ને

સાચવીને મૂકી રાખવાની છૂટ છે,


નિર્ણય તો બદલાયા કરવાના 

પ્રીતિને પામીને મિલનની છૂટ છે,


નિશ્ચયને જાણીને આનંદમાં

આ પળો માણવાની છૂટ છે,


સંબંધની આ સાચી કહાની છે,

મનનાં આ દ્વાર ખુલ્લાં છે, આવવાની છૂટ છે,


જીવનની આ સફરમાં કઈક કરીને

મનને મનાવી સાથે રહેવાની છૂટ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance