આપણે તો ખુશ
આપણે તો ખુશ
આપણે તો ખુશ છીએ આપણે તો ખુશ
ગમગીન ના દુનિયામાં આપણે તો ખુશ,
બધા રહે દુઃખોના દરિયામાં આપણે તો દુઃખને ડરાવીને આપણે તો ખુશ
બધા રહે માયામાં મોહમાં આપણે મનને મનાવીને આપણે તો ખુશ,
બધા રહે લાલચના લોભમાં આપણે લળી ને રહીએ આપણે તો ખુશ
બધા રહે બંધનના હોડમાં આપને સંબંધને સાચવીએ આપણે તો ખુશ,
બધા રહે અકળામણની ઓડમાં આપણે આનંદને ઉગાડીએ આપણે તો ખુશ
બધા રહે જીવનની જંગમાં આપણે જીવનને જીતી એ આપણે તો ખુશ.

