STORYMIRROR

Pratiksha Pandya

Drama

4  

Pratiksha Pandya

Drama

આત્મને જાણી લીધાં સદા

આત્મને જાણી લીધાં સદા

1 min
277

જીવન છે એક જીવતી જાગતી પરીક્ષા સદા,

જંગ એ જીતવા, ઝઝૂમી પાર કરવી સીમા સદા,


ધર્મ માનવ્યનો, ખૂંદવા પહાડ એનાં બાથ ભરી,

જગપટે રણભેરી વગાડી, સૂર વ્હે સૂરીલા સદા,


કર્મ શ્રેષ્ઠ ભરે જીવન, ઊંચાઈને આંબી ઊડવા,

સર્વને તારે સૌ વિપદાથી, ફળ એનાં મીઠાં સદા,


પરિણામ તો પરીક્ષાના સારા કે નરસા હોય જે,

પચાવવા એને હૈયે હામ રાખી, એને પીતા સદા,


છતાંયે પરીક્ષા ને પરિણામ એનું, શિક્ષા દે જીતના,

જીવન મહામોલા જ્ઞાન, આત્મને જાણી લીધાં સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama