STORYMIRROR

Nisha Shah

Drama

3  

Nisha Shah

Drama

આત્મગીત

આત્મગીત

1 min
452

ઝરણું રમતું રમતું આવે,

ઝરણું રુમઝુમ કરતું આવે,

ઝરણું ગુનગુન કરતું આવે,

ઝરણું થનગન કરતું આવે,


      ઝરણું અલક મલકથી આવે,

      ઝરણું અલક પલકમાં જાય,

      ઝરણું પ્રેમનાં ગીતો ગાય,

      ઝરણું રીસાઈને લપાય,


ઝરણું શિખરેથી દડબડ થાય,

ઝરણું ખીણોમાં ખળખળ થાય,

ઝરણું કંડરાઓમાં ખડકાય,

ઝરણું ગુફાઓમાં ગાય,


ઝરણું સરિતાઓમાં વ્હેણ બની સમાય,

ઝરણું દરિયે મોજું બની દેખાય,

ઝરણું માનવ હૈયે ઈશ બની છૂપાય,

ઝરણું હર દીલમાં આત્મગીત બનીને ગાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama