STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આત્માને સવાલ

આત્માને સવાલ

1 min
509

આત્માને સવાલ બે વાતોનો,

કોઇ પણ રીતે જલસો કરીએ,


સારા કર્મો કરીને મરીએ કે નરશા,

આત્મા સિવાય કોણ જાણે છે,


સ્વર્ગ નર્કની ચિંતા છોડો,

મહાલવુ જ છે તો રસ્તો કરીએ,


આત્માના સવાલોને દબાવીને, 

બહારથી તો શરીફ બની ફરીએ,


ભૂલ કોણે નથી કરી આ દુનિયામાં,

આત્માને મારીને જીવ્યો આ દુનિયામાં,


ભાવનાઓમાં ગફલત થઇ, ને લપસ્યો એ તો,

આત્મબળથી આવો એને બેઠો કરીએ,


આત્માને પથ્થર કરીને વહોરી છે પીડા,

આત્માના સવાલોના જવાબ મેળવી,

ચાલો ભુક્કો કરીએ,


આત્માને સવાલ ખૂબ મજાનો વિચાર આવ્યો,

સાંભળી આત્માનો અવાજ જવાબ વહેતો કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational