STORYMIRROR

Chaitanya Joshi

Romance Thriller

3  

Chaitanya Joshi

Romance Thriller

આતિથ્ય

આતિથ્ય

1 min
19.9K


તારું સાનિધ્ય મને હરહંમેશ યાદ રહેશે,

તારું સામીપ્ય મને હરહંમેશ યાદ રહેશે,


મારા જીવનની ખૂટતી કડી બની રહી તું,

તારું પ્રાબલ્ય મને હરહંમેશ યાદ રહેશે,


આભાર ઇશનો કે મુલાકાત શક્ય બની,

તારું અધિપત્ય મને હરહંમેશ યાદ રહેશે,


થયું આગમન તારું ને વિનસે પુષ્પો વેર્યાં,

તારું આતિથ્ય મને હરહંમેશ યાદ રહેશે,


નેત્રોની પરિતૃપ્તિ થઈ કેવી વરસી રહ્યાં,

તારું નૈકટ્ય મને હરહંમેશ યાદ રહેશે,


જીવનબાગની પાનખરે વસંત પ્રગટાવી,

તારું સાતત્ય મને હરહંમેશ યાદ રહેશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance