STORYMIRROR

Shaurya Parmar

Classics

3  

Shaurya Parmar

Classics

આસપાસ

આસપાસ

1 min
26.7K


તું દુર હોય કે પાસ, 

યાદ છે તારા શ્વાસ.

હું અહીંયા ખુશ નથી, 

તું પણ હોઈશ ઉદાસ. 

હું એકલો છું જ્યારે, 

તું પણ હોઈશ નિરાશ. 

દુર કેમ થાય છે કોઈ? 

જે હોય છે ખાસ.

ઊંચે આકાશે જોવ હું,

બાંધું છું મનમાં આશ.

ક્યારે વરસે મેઘ ક્યારે? 

ઢેલ આવે મોરની પાસ.

પછી ધરણી પણ ધબકે, 

ફેલાય પ્રેમની સુવાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics