STORYMIRROR

Nirali Patel

Romance

2  

Nirali Patel

Romance

આસમાની આકાશે

આસમાની આકાશે

1 min
14.4K


આસમાની આકાશે ઓઢી અમાસ અંધારી 

આવવાની છે આકાશે કાં પૂનમ અણધારી ? 

આથમીને સૂરજ ક્ષિતિજે ચાંદની પથરાવાની

આવીને વાત સાનમાં કયા પંખીએ સમજાવી,

પાથરી છે તારલાએ રાહ પર જાજમ અજવાળી

વાત માની વાટ જો પૂનમની, તુજ મનને ના મારી

હાલની વ્હાલી! માણને કુદરતની મીઠી કારીગરી

પોઢીને છત પર અંધારે, કરીએ તારલાની ગણતરી

ફરી પખવાડીએ આવશે એ પૂનમ અજવાળી

મેલીને ચાંદીની કટોરી એ ખાશું પૌંઆ દૂધ પ્યારી..


Rate this content
Log in

Similar gujarati poem from Romance