જિંદગી
જિંદગી
સુલોચની ઇન્દ્રવદને, મયૂરી સુબોધ પામી,
હંસા કમલની જોડી, કહેવાઇ અતિ નિરાલી,
થેલેસેમિયાનો દર્દી, માંગે ભાઈ પારકું લોહી,
શૈવલની કહાની એવી, પીડા સૌને સરખી,
કેટકેટલી દવાઓ કરી, જીવ બચાવવા મથી,
બોનમેરો મેં ડોનેટ કરી, ગયા યમરાજે ય વળી,
વય વધી ચિત્રો દોરી, ભણતર બાજુએ મૂકી,
પીંછીએ મુજને કંડારી, કોલેજે ચિત્રકાર બનાવી,
યુવાનીએ બાથ ભરી, લગ્નની વાટ પકડાવી,
શર્મિલી હું માંડવે આવી, મનિષનો હાથ ઝાલી,
ઘરસંસાર સાથે રાખી, કરી ગ્રાફિકસની નોકરી,
તલપ લાગતાં ચિત્રોની, બાજુએ નોકરી મૂકી,
કેનવાસે પીંછી ફરી, માઝા રંગે છે મૂકી,
ગેલેરીમાં પ્રદર્શનની, સઘળાં જોવે લળી,
જિંદગી વળાંક પામી, મનમાં ખુશી ઉમટી,
પાડે જુદીજ પગલી, મનનું મન બની કલ્કિ,
ભાઈએ શોધી ભાભી, જલસામાં માણી પાર્ટી,
અમજીવનમાં બની મહેમાન, પાંચ વર્ષ માટે જ આવી,
દર્દી કિડની ની એ હતી, થઈ અસર ન દવા દુઆની,
નજર લાગી એ જીવને, લઈ યમરાજ ગયા હરખાઈ,
ચિત્રોનાં ટ્યૂશન કરી, થોડીઘણી કરી કમાણી,
શિક્ષકની થાતાં માંગણી, સ્કૂલમાં ગઈ સમાઈ,
અંતરમને ખીલી કળી, કવિતા વાર્તા ઉપજી,
શિક્ષિકા લેખિકા બની, નોકરીને કરી જતી,
લખીને ઇનામો જીતી, કાફેમાંય કવિતા માંડી,
રાખી કવિઓની છબી, નામચીન થવાને મંડી,
જિંદગીને વાચા ફૂટી, જ્યારે પેનને ફરજ મળી,
લખવાનો મોકો આપી, બનાવી મુજને આભારી.
