સંબંધોની અંતિમ તિથિ
સંબંધોની અંતિમ તિથિ
માન્યમાં ન આવે
પણ જોયું છે,
માણસનું મૃત્યુ થાય,
તો બરાબર છે,
પણ જીવતે જીવત
મનનાં દ્વાર બંધ થાય!
એ નિહાળ્યું,
જાણ્યું ને અનુભવ્યું ય છે.
એક દ્વાર બંધ થાય,
તો જ બીજું ઉઘડે,
અને ઉઘડે જ..
ત્યાંનું ત્યાં તો ન જ રહેવાય,
બધું સહેવાય,
પણ આ વાત
કોઈ ને ન પુછાય..
ના..કહેવાય..કે,
સંબંધોની અંતિમ તિથિ
કોને કહેવાય?!
એજ? જે સંબંધો ..
ઊંડે ઊંડે કોહવાય,
નિચોવાય, ઉભરાય..કે
હવામાં વિલિન થાય?
આ...બધાં જ સંબંધો
ઠરીઠામ ન થાય..?
કાયમી?..
આપણી...
અંતિમ ઘડી સુધી?
