STORYMIRROR

Nirali Patel

Drama Thriller

3  

Nirali Patel

Drama Thriller

બુલબુલ

બુલબુલ

1 min
7.1K


બુલબુલ કોઈ નાનકડાં બે,

કોઈ વૃક્ષ પર માળો ગૂંથી દે,


કાંઈક સાઠકડાં દોરા વચ્ચે,

સફેદ મઝાનાં ઈંડા મૂકી દે,


ભર ઉનાળે ગરમી છતાંયે,

એનાં વહાલાં ઈંડા સેવી દે,


આમતેમ ઉડવા છતાંય સાંજે,

બંને હળી મળી સંપી પોઢી દે,


દિ' જાતાં ઈંડામાંથી બચ્ચાં બોલે,

કુદરત રીતથી ચાંચ એની ખોલે,


વારા ફરતી હાં વારાફરથી એ બંને,

ચાંચો માં ચણ ભરી બચ્ચાંને ખવડાવે,


નીચેથી જ કંઈ ના મળે,

તો જાય આઘે ને આઘે,


વાર થાતાં બીક લાગે મને,

બેમાંથી એકે હજીયે ના આવે?


જ્યાં અવાજ બિલ્લી નો આવે,

એમનાથી વધું ધબકાર મારા બોલે,


સબંન્ધ કોઈ ન હોવા છતાં,

જોઈ રહું હું એકી ટશે,


ભૂલી જાઉં જગને હુંતો પળ બે,

બુલબુલ મન મહીં પ્રેમ જગાડે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama