આરતી
આરતી
ગામડા ગામમાં ઝાલર વાગી
રામ મંદિરની થઈ યાદ તાજી
મારું મનડું કહે જઇ ગામડે વસુ
મારા રામજીના ચરણોમાં જઇને વસુ
શહેરની શેરીમા ગીચતા ઘણી છે
શહેરના મકાનોમાં સંકડાશ ઘણી છે
મારા ગામડાની વિશાળતા માં જઈને વસુ
મારા રામજીના શરણમાં જઇને વસુ
ગામડુ વિશાળ એના ખોરડાં વિશાળ છે
ગામડાના માનવીના દિલ પણ વિશાળ છે
એ વિશાળ હૈયાના માનવી વચ્ચે જઇ વસુ
મારા રામજીના શરણમાં જઇને વસુ
