STORYMIRROR

Falguni Rathod

Inspirational Others

3  

Falguni Rathod

Inspirational Others

આરાધના કરું

આરાધના કરું

1 min
175

માડી તારી રે હું તો આરાધના કરું;

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

તારા કુમકુમના પગલાને હું તો ચરણે ધરું;

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

તારી પૂજા કરવાને કુંભારી કેવી માટલી ઘડે;

ચૌદ ભુવનમાં ગરબો તારો હું રમતો કરું... !

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

તારી પૂજા કરવાને સુથારી કેવી બાજઠ ઘડે;

સ્થાપન કરવાને સુંદર તારી હું નકશી કરું... !

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

તારી પૂજા કરવાને માળી કેવા હાર ગૂંથે;

ગજરા કેરા હારે તારી હું અર્ચના આજ કરું... !

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

તારી પૂજા કરવાને દરજી કેવા વેશ બનાવે; 

લાલ લીલી ચૂંદડી બનાવી તારી હું ધજા કરું.. !

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

તારી પૂજા કરવાને સોની કેવી બંગડી ઘડે;

નથણી હારથી હું તો તારો સોળ શણગાર કરું... !

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

તારી પૂજા કરવાને ભક્તો કેવી દોટ મૂકે;

આરતી થાળ હાથમાં લઈ હું તો તારી પાયે પડું... !

હે... માડી તારી રે હું તો આરાધના કરું.. !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational