STORYMIRROR

Sandip Pujara

Drama

4  

Sandip Pujara

Drama

આપું છું

આપું છું

1 min
301

ના, એવું કંઈ નથી કે ફકત કાન આપું છું,

ડાહ્યાની વાત પર તો પુરું ધ્યાન આપું છું,


હોવા છતાય આપું ન ઉત્તર જો કોઈને,

સમજી લો એના પ્રશ્નને બહુ માન આપું છું,


ચોંકાવવા બધાને એ મારો સ્વભાવ છે,

દુશ્મન મળે તો જોઈને મુસકાન આપું છું,


ઘેરી વળી છે શુષ્કતા, મેં એટલું કીધું,

એણે કહ્યું, લે આંસુઓનું દાન આપું છું,


શંકા છે મારી શ્રધ્ધા ઉપર જેમને સતત, 

મારી દુઆમાં એમને પણ સ્થાન આપું છું,

 

ઈશ્વરને પ્રેમનું જ બીજું રૂપ માનો તો 

ચાહે મને જે, એમને ભગવાન આપું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama