આપો
આપો


કોઈ એકાદ ગમતીલી ગઝલ આપો,
તૃષાતુર મનને એક મજાની પલ આપો,
ઉરથી ઉર સુધી પહોંચવું છે જરુરી,
તેથીજ નકલ નહીં કોઈ અસલ આપો,
આમ તો ટેન્શનનો બની ગયો પર્યાય,
હાસ્ય નિષ્પતિ કાજે કોઈ હઝલ આપો,
પ્રયોગો પ્રત્યેકમાં સમયાંતરે થનારાં,
જૂગજૂની નહીં નવીનકોર વકલ આપો,
નાનામોટાનો ભૂલી જઈને ભેદભાવ,
અમી શાં મુજને કાવ્યજલ પ્રબલ આપો.