STORYMIRROR

Jn Patel

Romance Classics

4  

Jn Patel

Romance Classics

આપણી એ મુલાકાત

આપણી એ મુલાકાત

1 min
243

આજેય એમજ છે આંખોમાં ઇંતજાર,

ગુંજે છે કાનમાં આપના એ સાદનો નાદ,

આજ તો આપણા પ્રેમની શરૂઆત હતી.


ચાંદ તારા અને વેદોના ગાન વચ્ચે,

નભમંડળનો શણગાર ને ઝાંઝરના ઝણકારે,

મહેમાનોમાં આખીએ કાયનાત હતી.


સહજમા આપ કહેતા ગયા ને અમે સાંભળ્યું,

વિશ્વાસની મેદની વચ્ચેનો વાર્તાલાપ,

જાણે આ કોઇ વર્ષો જુની વાત હતી.


હ્રદયના સ્પંદનથીજ મળ્યા હતા,

ના કોઇ કોલ આપ્યા ના વાયદા કર્યા,

મનના તરંગોથી જ રજુઆત હતી.


કલ્પનાઓની સવારી લઇ નીકળ્યાતા,

છેલ્લા શ્વાસ સુધી સાથ આપવાની પ્રતિજ્ઞા,

અપેક્ષાઓ વિનાની આ શાલિનતા હતી.


તમારી સાથેની ચારજ પળો અમને મળી,

જાણે ચાર જન્મારા અમને મળીજ ગયા,

આપના આલીંગનની આજ કરામત હતી.


આપની હા જ હતી, ના નો પ્રશ્ન હતો જ નહી,

સોપી દીધું આ "જગત" અમે આપને જ,

બસ આજ આપણી એ મુલાકાત છેલ્લી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance