આંખ ભીંજાઈ
આંખ ભીંજાઈ
રાત આવી તારી યાદ લાવી,
રાતરાણીએ મહેફિલ સજાવી.
અર્ધ ચાંદ ખીલે કે પૂર્ણ ચાંદ,
એમાં તારી તસ્વીર રચાવી.
એક ખ્વાબ લઈ તૂટ્યો તારો,
પ્રેમ એહસાસની ગઝલ લખાવી.
ઠંડો વાયરો વાય સ્પર્શે હૈયે,
હેતની લાગણી મનમાં વસાવી.
એકાંતમાં તારી યાદે આંખ ભીંજાઈ,
ઓશીકે તારા યાદની અશ્રુ વસાવી.
વાતો કરવાની તડપ જાગે મનમાં,
બેચેની દિલમાં આવેને આંખોને રડાવી.
નામ તારું દિલ પર લખાવ્યું,
તારા ઈશ્ક રંગમાં સાંજને રંગાવી.

