આંકડાનાં પાનનું
આંકડાનાં પાનનું


આંકડાનાં પાનનું ગાડું બનાવ્યું,
દેડકા જોડ્યા ચાર
એ ગાડામાં બેસીને,
ચકીબેન ને ચકાભાઈ
કાંકરિયા ફરવા જાય.
ગાડું મૂક્યું બહાર ને,
કાંકરિયા પાળે બેઠા
મીઠી મીઠી વાતો કરતાં
ચણાજોર ગરમ ખાય ને
રાજી રાજી થાય.
આવું અનેરૂં સુખ માણીને,
ફૂલ્યા ના સમાય
ઘરે પાછા આવતાં
ગાડામાં બેસીને આવ્યા
બીજા પક્ષીઓને
જણાવ્યું કે કેવી લહેર કરી.