STORYMIRROR

Dilip Ghaswala

Romance

3  

Dilip Ghaswala

Romance

આંગણું કોરું રહ્યું

આંગણું કોરું રહ્યું

1 min
937




આંગણું કોરું રહ્યું વરસાદમાં,

જાણે હો દિવાલ આડે આભમાં.


આમ પણ તું ક્યાં મારાથી દૂર છે ?

જાય ને આવે છે શ્વાસોશ્વાસ માં.


દૂર કોઈ એક પળદો સળવળે,

કેટલી વાતો ખુલી છે વાતમાં.


ધ્રુવ તારક છું તમારા પ્રેમનો,

ઉજાળીશું, પ્રેમના આકાશમાં.




Rate this content
Log in

Similar gujarati poem from Romance