આમંત્રણ
આમંત્રણ
ના બુઝી પ્યાસ
મુશળધાર વર્ષાથી, ઉપાય તું.
નયન આપે
આમંત્રણ, આવી જા
પ્યાસ બુઝાવ.
જોઈને તને
અંતર ને આરામ
મોહિત કરે.
દર્દ શમાવે.
સ્વર્ગ સુખ આપે છે
તારી નજર.
શાંતિ આપે છે
પ્રસન્નતા સ્થાપે છે
હૃદય મહી.
આમંત્રણ છે
પ્યાસા હૈયાનું તને
આવીજા ને તું.

