STORYMIRROR

Ragini Shukal

Drama

2  

Ragini Shukal

Drama

આમ કેમ જીવાય?

આમ કેમ જીવાય?

1 min
152

જિંદગીમાં કેટલાય શબ્દો, કવિતાઓ મારી અંદરથી સ્પર્શી લાગણાઓ ને જીવી ચુકયા પછી જે આનંદ ,

પ્રાકૃતિક સ્થળોની જોવાને જીવવાની તમન્ના લઈ આવ્યાં ત્યારે થાય..

આમ કેમ જીવાય?


તમન્નાઓ એક પછી એક ઉભર્યા કરે ના આવે અંત...કદી...

આપણા જ અશ્રુઓ ઘણા દુ:ખને સુખની વાતો કહી જાય આપણી જ જીંદગીનો ભેદ ખોલી જાય.

બહારથી દેખાતી જીંદગી જાણે અંદર થી કેટલી વ્યથા ને લાગણીઓ

દુભાય ને ત્યારે થાય

આમ કેમ જીવાય જીંદગી ?


દલડાંની વાતો હોઠો પર આવીને અટકી જાય, નજર આપણી કાતિલ ને, મુજ સુધી આવીને અટકી જાય.

વરસુ દલડામાંથી ને વરસી ને જતું રહે..

બહારથી ધોધમાર હેલી ચડે, પણ સાથે તું ના આવે, આજ પોકારે મારો અધુરો પ્રેમ તને ..

આ કેમ જીવવું મારે ?


તારા વગર...

ઈશ્કમાં તો હું સાવ વિસરી ગઈ, શું

તારી યાદોના તણખલે જીવી રહી છું,

એમની સુરમઈ આંખોની યાદમાં

વણ વરસાદે વરસી જતી,

આંખો ઝૂકી જાયને,

એમની શરમ સમજાય એ પહેલા જ ઝખમો પર

મલમ લગાવી જાને...


તારા દિલમાં જ રહું છું કયાંક....

શોધને તારા જ સપનામાં છું.

તારી આંખોમાં દિલનાં ખૂણામાં છું કેદ...

તારુ જ નામ છે...

સોહામણું, રળિયામણું, મોજીલું...

સાવ કોરી રહી જાવું 

વરસતા વરસાદમાં...


પાલવની ઓઢણીને તારો સ્નેહનો વરસાદ વરસાવ જે....

ખાલી તારી યાદોમાં કેમ જીવાય...

આમ કેમ જીવાય ? યાર..


Rate this content
Log in

Similar gujarati poem from Drama