આલિંગન
આલિંગન


ત્યારે બધા બંંધન તોડી
પ્રેમનો મર્મ સમજી ને
દઈ દીધું એક ગાઢ આલિંગન એને.
આલિંગન, ચુંબન, સ્પર્શની થઈ અનુભૂતિ મને.
મનથી મનને સ્પર્શી ગઈ
શબ્દોની આરપાર મારી
તમન્નાઓ સળવળી ગઈ.
આલિંગન મને કહે...
આજે ખૂબ થાક લાગ્યો છે,
અને બીજી પળમાં કહે
એ બધો થાક જાદુગરની જેમ પ્યારની ઝંપી હતી
અને શૂ સટાક થાક ને ગાયબ કરીને ગઈ ..
હાસ્યનો સરેરાશ કરીને
બધી તડપ,
ને ભગાવી ગયું.
યાદોના પોટલા ખુલી ગયા.
વિરહની વેદનાં ભાંગી ગઈ.
કેવું મધમીઠું ગોળ જેવું
ગળપળ મને ખૂબ ગમ્યું .
મોહક લાગ્યું.
ના કશું બોલતું છતા ગુંજન કરતું ગયું આંખો થી આલિંગન ઝંખતી.
આંખો મળતા ઝૂકી ગઈ.
ભીતર માં તો મધ મધતો
મધપૂડો જાગી ગયો.
પ્રેમ ભયાૅ આલિંગન મદ મોહ કરી ગયું.
દિલમાં અનુભવું પ્રેમની
લાગણી તરબરોત..