આકર્ષણ
આકર્ષણ
અનેક ચહેરાઓ હું નિહાળી ચૂક્યો છું,
ક્યાંય ચહેરો તારો મુજને દેખાતો નથી,
ઝાંખીને જોયું મેં મારા ધડકતા દિલમાં,
તસ્વીર દેખાઈ મુજને દિલના આયનામાં,
અનેક દિલની ધડકનનો સાંભળી ચૂક્યો છું,
તારા પ્રેમની ધડકન મુજને સંભળાણી નથી,
કાન જ્યારે ધર્યો મે તારા ધડકતાં દિલ પર,
તારા પ્રેમની ધડકન સંભળાણી તારા દિલમાં,
પ્રેમની વહેતી સરિતાઓ નિરખી ચૂક્યો છું,
કોઈ પ્રેમ સરિતા મુજને ભીંજવી શકી નથી,
ડૂબકી મારી મેં તારી પ્રેમ સરિતના પ્રવાહમાં,
ભીંજાઈને તરબતર થઈ ગયો તારા પ્રેમમાં,
અનેક નિખરતાં યૌવન નિહાળી ચૂક્યો છું,
કોઈનું પણ આકર્ષણ મુજને થયું જ નથી,
તારા નિખરતાં યૌવનની આ મધુર મહેકમાં,
"મુરલી", મદહોશ બની ગયો પળભરમાં.

