Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Thriller

3  

Mrugtrushna Tarang

Abstract Thriller

આખર લહરી

આખર લહરી

1 min
412


તારા થકી તું જ રહું ઉપરી,

તને કેળવું કે મેળવું ઓ સહચરી !


તારી જ તો સાંભળવી રહી હંમેશ કરમકહાણી,

જીવવા ન દઉં ત્યાં લગી તું ભરથરી !


પિતૃસત્તાક સમાજ જ છે ગુનેગાર,

વરના, તને પડી હોત ટેવ કહે કરગરી !


તારી જ લાઠી ને ભેંસ પણ તારી,

સુધર હવે તો રાજન ભર્તૃહરિ !


કપટ કરવા નથી તું શકુનિ, કે નથી

હું પાંડવોની દ્રૌપદી બહુચરી !


કૃષ્ણા છું કૃષ્ણની સખી સંગિની,

આત્મહત્યા કદાપિ નૈં, જાણું હત્યા કરી !


સાચવજે તું જ મુજથી તારું શીલ,

ફેરાફેરીમાં ન ઘવાય ક્યાંક કોઈ હરી !


'દરકાર છે' બબડી કેટલો થશે તું વામણો,

જોમ બિસ્તર સિવાય પણ કાઢ વાપરી !


નહીં ભૂંસી શકું લેબલ નામર્દનું હે ધણી !

શીખ પહેલા આપતા માન સખીને તારી !


ગીતાજ્ઞાન તારું ઢૂંકડું, પોથીભર ઉમટતું,

માનવ પણ ન થૈ શક્યો, દૈ પરીક્ષા અઘરી !


મરજીવા નથી હોતા સઘળાં ડૂબકી મારનારા

અસલ નકલ પારખવા નથી તું સાચો ઝવેરી !


રે કર્યો માફ, જા, જીવી લે જિંદગી નવી,

કરતાર લૈ ભટક ના, બોધવચનો સંધરી !


સંદર્ભ ખોદી ખોદી ન પીંખીશ વિહંગ આ,

'તરંગ' તો છે મનમોજી ને આખર લહરી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract