STORYMIRROR

Gunvant Upadhyay

Romance

3  

Gunvant Upadhyay

Romance

આખો ગઈ પચાવી

આખો ગઈ પચાવી

1 min
27K


ફૂલની ભીંતો ચણાવી ને સુગંધી પણ ચઢાવી;

એટલે તો મહેકતું આકાશ અવસરને સજાવી;

રોમરોમે; શ્વાસ શ્વાસે સૌને ગમતી ચીજ સરજી

જિંદગી નામે સફરને આગવી ઓળખ અપાવી !

શબ્દની સાથે જ અર્થો એવું પણ કરતા રહે છે

ખુશ્બૂની ચાહતને સંગે મૂર્તિ આરસની લખાવી !

પ્રેમપત્રો સમ વહેતી બાનીમાં સઘળું ઉજાગર

ખૂબ જૂની ચિઠ્ઠી એની જાણે હમણાં હાથ આવી !

મૌનના પર્યાય જેવા લાખો વરસોથી વહેતા--

ક્ષણ સમી નાનકડી વસ્તુ યુગ આખો ગઈ પચાવી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance