આકાર તો લાગે જોકર
આકાર તો લાગે જોકર
ઉડતી રકાબી ગગન ગોખ,
રેલાવતી એ પ્રકાશ પૂંજ.
લેતી ચકરાવા એ ચોપાસ,
આવવું જાણે મારી પાસે.
હળવે હળવે નીચે આવી,
કૌતુક નવતર સાથે લાવી.
ફટ ફટ ખૂલ્યાં એના દ્વાર,
પરગ્રહવાસી ત્યાં દેખાય.
આકાર તો લાગે જોકર,
ભાગુ કરી, હું રોકક્કળ.
હેઈ હેઈ હેઈ હેઈ હેઈ,
આવી પાછળ કહે કંઈ.
લાગ્યું મને, કરવી વાત,
છે તત્પર એ, થઈ હાશ!
હલાવી હાથ, નમાવી મસ્તક,
જ્યાં ઊભો ત્યાં દીધી દસ્તક.
સંવાદો કરવા હતાં ધખારા,
ભાષા વગર કર્યા ઈશારા.
એ પ્રસન્ન, હું પણ રાજી,
લાગણી ઉભયની સાચી.
રાત પડતાં, તે વિહ્વળ,
હાથ હલાવી ગયો ગગન.
ઉડતી રકાબી ગગન ગોખ,
રેલાવતી એ પ્રકાશ પૂંજ.
