આજનો આ દિવસ
આજનો આ દિવસ
આજનો આ દિવસ મને બાહો પસારીને વળગી જ પડ્યો,
જાણે દ્વારકામાં મુજ ગરીબ સુદામાને અચાનક કૃષ્ણ મળ્યો,
આ હવામાં તારી હયાતી ને મારી આ વિચિત્ર ચાલચલગત,
સૂરજ સંગાથે મારી કૂણી કૂણી લાગણીને નવો વેગ મળ્યો,
નથી કોઈજ નકશો નક્કી તુજ પાસ પહોંચવાનો ઓ પ્રભુ,
તો પણ એ ક્યાં કમ છે કે એક રસ્તો અહીં પ્રામાણિક મળ્યો,
તું જ મારો શ્વાચ્છોશ્વાસ ને તું જ રહે સદા મુજ આસપાસ,
તેમ છતાં તું અંતે બે ધબકારનાં ખાલીપા વચ્ચે મને મળ્યો,
દાયરા નિતી નિયમોનાંજ બન્યા હતા અડચણો અંત સુધી,
તૂટ્યા જૂઠા કિનારા તો એક ઘૂઘવતા સાગરની જેમ મળ્યો,
ભૂંસીને બેઠો છું જમાનાએ આરખેલાં તારા સર્વ આકારો,
અંતે હર અકારોની પેલે પાર નકરા નિરાકાર રૂપે મળ્યો,
નયનોની ક્ષિતિજ મધ્યે ફેલાતું આ તારું અનંત "પરમ"રૂપ,
ને સંકલ્પ વિકલ્પના ઉડ્યા છેદ તો "પાગલ" શૂન્ય રૂપે મળ્યો.

