આજની નારી
આજની નારી


ધર પરિવારને સંભાળી જાણે ,
અને પોતાના સપનાની,
ઉડાન પણ ભણી જાણે.
એ આજની નારી છે.
દુર્ગા બની પોતાનું,
રક્ષણ કરી જાણે,
નિરમળ ઝરણું બની,
વહાલ પણ વરસાવી જાણે.
એ આજની નારી છે.
કલમની તાકાત પણ બતાવી જાણે
વાકચતુરાઈ પણ જાણે.
એક દિકરી,પત્ની,
માતાની ફરજ પણ ચુકવી જાણે,
એ આજની નારી છે.
દેશની રક્ષા કાજે સરહદ પર પણ,
પોતાની ફરજ નિભાવી જાણે,
એ આજની નારી છે.
માત્ર દેશ-વિદેશ જ નહિ,
પણ અંતરીક્ષની સફર કરી જાણે,
એ આજની નારી છે.