આજના યુગની છોકરીઓ
આજના યુગની છોકરીઓ
આજના યુગની છોકરીઓ સમય કરતાં
વધારે સારી આવડત બતાવે છે
તોપણ અમુક વાત ક્યાં હંમેશા
વધુ પડતી કોઈને એ બોલી જતાવે છે
છૂટછાટ મળે એને જુઓ તે
બધામાં આગળ વધી શકે છે
બાંધેલી દેશી છોકરી હંમેશા
પાછળ રહી જિંદગી પતાવે છે
સામાન્ય છોકરી ઘણુ બધું સમજી શકે છે
પણ એ સમજે છે એવું ક્યાં કોઈને ફરમાવે છે
ઘણા બધા લોકો એને કમજોર કહી જાય છે
તો ઘણા બધા લોકો એને પરીક્ષા લઈ આજમાવે છે
