આઝાદીના ગાન
આઝાદીના ગાન
અમે સહુ ભારતના સંતાન,
અમે સહુ વીર તણા સંતાન,
અમારે ગાવા શૌર્યગાન,
રાખવા ત્રિરંગાની શાન,
અમે સહુ ભારતના સંતાન.
સીમ શેઢા ખેતર વાડી,
મબલક મલકે ધાન,
મોર બપૈયા કોકિલ ટહુકે
ગાતા મીઠાં ગાન,
ગાવા ધન્ય ધરાના ગાન,
અમે સહુ ભારતના સંતાન.
ગાંધી, નહેરુ, સુભાષ બોઝે,
લઇ જન જનનો સાથ,
ભગતસિંહ, મંગલ પાંડેએ,
ભીડી શત્રુથી બાથ.
ગાવા શહીદવીરોના ગાન.
અમે સહુ ભારતના સંતાન.
ઉત્તરમાં પથરાયો હિમાલય,
અડીખમ રક્ષણ કરવા કાજ,
લાલ, પાલ ને બાલ સપૂતે,
કીધા રૂડા કાજ.
ગાવા આઝાદીના ગાન,
અમે સહુ ભારતના સંતાન.
