STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Fantasy Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Fantasy Inspirational

આઝાદી

આઝાદી

1 min
324

આજે થઈ ગઈ ધૂળધાણી આઝાદી,

માથું કૂટવા તેથી મંડાણી આઝાદી,


દાદાગીરી જેવા ’ગીરી’નો નથી પાર,

ગુંડાના ઘરે ભરતી પાણી આઝાદી,


મૂકાય થેલી-પેટીમાં વસ્તુ-દાગીના,

અહીં તો ઊંચા નેવે મૂકાણી આઝાદી,


કહેવાતી ગુલામી અંગ્રેજરાજમાં,

હવે લોકશાહીમાં ફસાણી આઝાદી,


‘સાગર’ નેતાઓના જોઈને રૂઆબ,

મનમાં ખરેખર મૂંઝાણી આઝાદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract