STORYMIRROR

Neeta Chavda

Fantasy Others

3  

Neeta Chavda

Fantasy Others

આજે મને રડાવ્યા કરે છે

આજે મને રડાવ્યા કરે છે

2 mins
27

આજે તો મને એ એટલી બધી યાદ આવવા લાગી,

એનો એવો તો કેવો પ્રભાવ કે મારા હહૃદય ને છલકાવી આંખમાંથી આંસુઓ ને રેલાવા લાગી,


કદાચ આટલા વર્ષો પછી હું એની સમીપ ગઈ એ મારી નજરની સામે પડી એટલેજ…

વિખતી હતી ઘર નું માળિયું, માળિયામાં પડેલી મારી જૂની ફાઇલમાંથી મારી નિશાળની તસ્વીર મળી આવી.


બસ, એની યાદજ આજે મને રડાવ્યા કરે છે.

પળવાર માતો એમ થઈ ગયું કે,


ઘડિયાળ નો કાંટો છ વર્ષ પાછળ ખેંચાય ગયો છે,

કેલેન્ડરની તારીખું છ વર્ષ પાછળ જતી રહી છે,


મારા મુખ પર ફરી એ સ્મિત આવી ગયું છે,

લાલ બીલ્લા વાળો એ સફેદ કુર્તુ અને વાદળી,


પટીયાલા જાણે મેં ફરી પહેરી લીધી છે,

અગીયાર ના ટકોરાની એ પ્રાર્થના ફરી વખત કાનમાં ગુંજવા લાગી છે,

વિચારોની હારમાળા તો જાણે એમાજ મોહાઈ ગઈ છે એવું લાગવા માંડ્યું.


બસ, આજે એ સમય જ મને રડાવ્યા કરે છે.

આજે હું તેના પ્રાંગણમાં આવી છું તો એવું લાગે છે કે,


એની કણ કણ, દીવાલ દીવાલ હજી મારાથી વાકેફ છે.

આજે પણ મારા કાન એની રજા પડવાના બેલ વાગવાના અવાજ સાંભળવા માટે લલચાઈ રહ્યા છે,


આજે પણ મારા હોંઠ બાળસભાની એ રંગમંચ પર કૈંક બોલવા માટે ફફડી રહ્યા છે,

આજે એ ઉત્સાહ મને રડાવ્યા કરે છે.


હું એની અંદર આજે આ વર્ષો પછી પ્રવેશ કરી જ ચૂકી છું તો, મને હજી એ ઘોંઘાટો સંભળાય છે…

હજી એ વાર્ષિકોત્સવ મારા પ્રોગ્રામની રાહ જુએ છે,


આજે પણ મારા આ વર્ગખંડ મારી રાહ જુએ છે,

ક્લાસની પેલી બેંચો આજે પણ મારી રાહ જુએ છે,


આજે પણ એ પાણી નું પરબ અમારી તરસની રાહ જુએ છે,

આજે પણ એ લોબીમાં બધી સખીઓ ભેગી થઈને વાતો કરતી તે લોબી આજે પણ મારી રાહ જુએ છે,


બસ, એનું આ અલૌકિક વાતાવરણ મને રડાવ્યા કરે છે.

આજે પણ અહીંયા કરેલા તોફાનો મને કયાંક ઝંખ્યાં કરે છે,


રીસેસનું એ લીમડાનું ઝાડ આજે પણ મને ચુંભ્યા કરે છે,

એના દરેક ભાગમાં આજે મને મારા એ શિક્ષકો દેખાયા કરે છે,


મીંટ માંડી ને ચાલુ છું તો એવું લાગે છે કે, મારા એ સેંકડો સખીઓ નિશાળે આવવાની મારી રાહ જોઈ રહી છે,

બસ, મારા એ શિક્ષકો અને સખીઓની યાદ જ મને રડાવ્યા કરે છે.


આજે પણ એ પ્રવાસ અમારી ધમાલ વગર સાવ સૂનો થઈ ગયો છે,

આજે પણ મારું મન ફરી વખત દફતર ટીંગાડી ને નિશાળે જવા તડપી રહ્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy