આહ!
આહ!
આહ! નો ઉદગાર થઇને રહી ગઈ
જિંદગી બેકાર થઈ ને રહી ગઈ,
જિંદગીની વાત શું? કે મોત પણ
દોસ્તો પર ભાર થઈ ને રહી ગઈ,
હું હતો મજબૂરીઓની કેદમાં
એય લ્યો લાચાર થઇ ને રહી ગઈ,
પ્રેમનાં ગારાથી શું એને ચણી!
જિંદગી બિસ્માર થઇ ને રહી ગઈ
પારકાનો હાથ એનાં હાથમાં
આંખ મારી ચાર થઇને રહી ગઈ,
"અચ્છે દિન આયેંગે"જે કે'તી'તી એ
મોદીની સરકાર થઈ ને રહી ગઇ,
રોજ આવીને રડે છે કબ્ર પર
જિંદગી ઝવ્વાર થઈ ને રહી ગઇ.
