નથી જોઈતું
નથી જોઈતું
જે છાંયાને તરસાવે, તડકાને વરસાવે,
મોટું હોય તોય તે આંગણું નથી જોઈતું,
જે ફૂલોને ઠુકરાવે, કાંટાને અપનાવે,
તેવા ગીચ હોય, તોય તે ઉપવન નથી જોઈતા,
શરણું ન આપે, ને વીંટળાઈને ફાંસો જ આપે,
એવા ક્રૂર રેશમી આંચલ નથી જોઈતા,
વરસે તો પૂર, ને રિસાય તો દુકાળ,
એવો નાસમજ વરસાદ નથી જોઈતો,
આપણો કે પારકો, દુર્લભ કે ચમકીલો,
જે બિંબને ધૂંધળું કરે, તે દર્પણ નથી જોઈતો,
રિઝે તો દિવાનો, ને રૂઠે તો કાળ
છોડીને છોડીને જાય, એવો સાજન નથી જોઈતો.
