STORYMIRROR

Rekha Patel

Drama

4  

Rekha Patel

Drama

અવસર આવ્યો આજ રાખડી બાંધવાનો

અવસર આવ્યો આજ રાખડી બાંધવાનો

1 min
348

હેતનાં પાથરણાં કર્યા, હૈયાનો હિંડોળો બાંધ્યો, 

ઝૂલવાને આવ મારાં વીર, અવસર આવ્યો આજ રાખડી બાંધવાનો,


લાગણીઓનાં દરિયા વહાવ્યાં, મીઠડાં ઓવારણાં લીધાં, 

લંબાવજે તારો હાથ, અવસર આવ્યો આજ રાખડી બાંધવાનો,


ભાઈની વહાલી બેનડી આજ જુએ છે તારી વાટડી, 

સાંભળવા મીઠા બોલ, અવસર આવ્યો આજ રાખડી બાંધવાનો. 


તારી આપેલ નવરંગી ચૂંદડી, પહેરી મેં વહાલથી, 

સજ્યા મેં સોળે શણગાર, અવસર આવ્યો આજ રાખડી બાંધવાનો. 


મનડું મૂંજાયુ મારું, ઘણું છેટું પડ્યું તારાથી, 

"સખી" વેલેરો આવ મારા વીર, અવસર આવ્યો આજ રાખડી બાંધવાનો. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama