આઘાત લાગે છે
આઘાત લાગે છે
આપે કોઈ વિશ્વાસુ દગો,
ત્યારે આઘાત લાગે છે,
ખુશીઓના માહોલમાં દુઃખ મળે,
ત્યારે આઘાત લાગે છે,
હાથ જાણે તરછોડાયેલા લાગે,
ત્યારે આઘાત લાગે છે,
સાકાર થયેલાં સપનાં અચાનક તૂટે,
ત્યારે આઘાત લાગે છે,
આપણાં જ આપણને ધુત્કારે,
ત્યારે આઘાત લાગે છે,
જીવનભરનો સાથ છૂટે,
ત્યારે આઘાત લાગે છે !
