આધુનિક સામ્રાજ્યવાદ
આધુનિક સામ્રાજ્યવાદ
પરદેશમાં રાજ્ય કરવા જરૂરી નથી લશ્કર,
રોકાણ ને ધંધા રાજ કરવા હવે નવા તસ્કર,
બંદૂક તોપ ને વર્ધી મૂકી દીધી બંધ તિજોરી,
નફો રળવા દાન છે ચોરી ઉપરથી શિરજોરી,
બિન ગવર્નર વાઈસરોય હાથ લીધી સત્તા,
હાથમાં પકડાવી દીધા કોઈને શેરના પત્તા,
જમીન ઝડપીને શું લેવાનું નાણે મળે બધું,
તમે બનાવો કાયદા અમે ફાયદા હસી ખંધુ,
સૈનિક લઈ આક્રમણ કરવું એ છે જૂની વાત,
સંધિ કરાર કરો એટલે સહેલી મારવી લાત,
નાની મોટી નોકરી આપી બનાવી દ્યો મજૂર,
નફો રળવા ગ્રાહક બનાવી કરી દ્યો મજબૂર,
લશ્કર જરૂરી નથી પરદેશમાં રાજ્ય કરવાં,
અમે તૈયાર ઝડપવા તમે ઈચ્છો જો મરવાં.