STORYMIRROR

Rekha Patel

Drama

4  

Rekha Patel

Drama

આભાસ

આભાસ

1 min
315

આ કેવો આભાસ થયો મનમાં, 

પુલકિત બનીને હું સમાઈ ગઈ મનમાં, 


સાથ તારો મેં ઝંખ્યો હતો કાયમ, 

બિંબિંત બનીને ઝીલાઈ ગઈ આયનામાં, 


મારી વેદનાને વાચા આપવા હાથ ફેલાવ્યાં, 

ને આહટ બનીને પડઘાઈ ગઈ કાયનાતમાં, 


લાગણીઓના દરિયાને છલકાવીને શું મળ્યું ? 

આંસુઓ બનીને ઠલવાય ગઈ આંખોમાં, 


હવે તો મને જ પ્રેમ થઈ ગયો મારા બિંબ સાથે, 

ભરનીંદરમાં આવી ખોવાઈ ગઈ સપનામાં, 


તારા સ્પર્શનો કેવો મધુર અહેસાસ થયો, 

સ્પંદન બનીને મલકાઈ ગઈ દિલમાં, 


"સખી" જિંદગીની રક્ષા કરી જીવનસાથી બની, 

ખુદ હું બેતાબ બની નજરાઈ ગઈ લોકોમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama