STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

આભાસ આપો તો ગમે

આભાસ આપો તો ગમે

1 min
311

ક્યાં શોધવો મારે તને ? આભાસ આપો તો ગમે,

મુજ કાય, પડછાયો બની, રોકાણ રાખો તો ગમે.


માયા તણી જંજાળમાં, ભૂલી ફરું છું શામળા,

સાચી સમજ આપી હવે, મોંકાણ ખાળો તો ગમે.


ઉપકાર તારા છે હજારો, તોય ના ભજતી તને,

મિથ્યા ભ્રમે ભરખાવતું, પોલાણ ખાપો તો ગમે.


ઉત્તમ કરમ ગત જન્મના, હું ભોગવું, આજે અહીં,

સદ્દમાર્ગ આડે આવતું , ખેચાણ ટાળો તો ગમે.


વાર્ધક્ય વેળા આવતી ભાળી, કરે માળા ગ્રહી,

મુજ ભોગવાદી દ્રષ્ટિનું જોડાણ સાંધો તો ગમે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy