STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

આ સોળ વરસનું સૌરભીયું ગાણું

આ સોળ વરસનું સૌરભીયું ગાણું

1 min
304

આ સોળ વરસનું સૌરભીયું ગાણું……

 

નયનનાં તીરે વિંધાયું રે હૈયું

ને જગ આ લાગ્યું રે જુદું

એજ હતી સવાર ને ઢળતી સાંજું

તોય હરખે નભ નવલું ખૂંદું,

 

બંધ નયનોમાં ડોકાતી યાદું 

ફરફર ફરકે રે મસ્ત અંગુ

દર્પણ માંડતું રોજ મીઠડી વાતું

ખુદને ચહીતા ભાતે રે રંગું,

 

છૂપા ખેપીયાઓ ચાડી ખાઈ પજવે

હૈયા ફૂટડી વાતું સંતાડું

છાનાં છપનાં ડગ જ્યાં જ્યાં માંડું

ઢોલ વાગતું કપટી આ જગનું,

 

સોળ વાનનું રસીલું ગાણું મારું

ભર વાટે ફાટે છલકાતું

મ્હાલું મન મેળે ઝાંઝર ઝમકાવી

સૂણી પાવો જોબનીયું મલકાણું

લાગ્યું મને મીઠડું રે ભાણું

છે સોળ વરસનું આ સૌરભીયું ગાણું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance