આ રંગ ભરી દુનિયા
આ રંગ ભરી દુનિયા
1 min
267
લાગ્યો છે તારા પ્રેમનો જ્યારથી રંગ લાડલી,
બધાં રંગ મારે હવે રહ્યા બેરંગી લાડલી.
તમન્ના નથી તને રંગ લગાડવા ની,
તમન્ના છે તારે રંગે રંગાઈ જવાની.
હોળી કરી દઈએ ચાલ,
આજે નેગેટિવ વિચારોની,
રંગ જરૂર જામશે જિંદગીનો,
આપણાં પ્રેમના વિચારોથી.
લઈ રંગ ભાવનાઓનો,
જીવું છું એક તારા સહારે,
બદલતા રંગની આ બેરંગી દુનિયામાં,
છોડે તું કોના સહારે.
સરગમના સાત સૂરથી,
જિંદગી રંગી દિધી લાગણીથી,
તો શક શા માટે કરે છે,
આ ભાવનાની નિર્મળ લાગણીઓ પર.