આ પૈસૌ
આ પૈસૌ
જિંદગી આખી દોડવતો રહયો આ પૈસો,
લાલચમાં સપડાવતો રહયો આ પૈસો.
આંખ સામે ઉભી કરી વૈભવની ભ્રમણા,
લોભમાં સતત લૂંટાવતો રહયો આ પૈસો.
છોડયા સાચા સંબંધો આંધળી દોટમાં,
માયામાં જો ને નચાવતો રહયો આ પૈસો.
નૈતિકતા અને માનવતાને ય પછાડી દીધી,
ભૂલવી ભાન પછાડતો રહયો આ પૈસો.
મેળવવાની લાલસામાં ના દેખાયા ખાડા-ખાઈ,
ઉપરથી નીચે જ પટકાવતો રહયો આ પૈસો.
