આ નયનમાં
આ નયનમાં


આ નયનમાં અશ્રુઓ છલકાય છે,
દર્દથી મારું હૃદય કળપાય છે.
આ જગતમાં આપણું કોઈ નથી,
લો હવે તો જીવ પણ ગભરાય છે.
ગીત દિલમાં દર્દ આપી જાય છે,
ને પછી તો જીવડો અકળાય છે.
પાપથી ભરપૂર દુનિયા જોઈને,
આંખ આંસુમાં બહું ઉભરાય છે.
સાવ સાદી જિંદગી જીવાય છે,
મોજથી આ લાગણી હરખાય છે.