STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

આ મારું ગુજરાત

આ મારું ગુજરાત

1 min
23.7K

ગુજરાતની અલગ ઓળખ બની રહી,

ને વિશ્વમાં ગુજરાતની વાતો થતી રહી.


સ્વપ્નમાં પૂરાં કરવાં ગુજરાતી એક્કો હતો,

ગુજરાતીના ગીત સાંભળી પ્રજા ઝુમી રહી.


ગુજરાતની ડાળેથી ટહુકાઓ ગયા સમગ્ર વિશ્વમાં,

ગુજરાતીઓની ખાણીપીણી ફેલાઈ સમગ્ર વિશ્વમાં.


ગુજરાતની ગુજરાતી બોલી વિશ્વમાં વખણાઈ રહી,

ગુજરાત મૃગજળની ટળવળતી આશા બની રહી.


ગુજરાતની ગૌરવની ગાથા દેશભરમાં ગવાતી રહી,

ગુજરાતના એ મહાનુભાવો ની વીરતા ગવાતી રહી.


ગુજરાત તો બન્યું છે સંબંધનું આકાશ હવે,

 દેશ વિદેશની ભેદરેખા ઓગળતી રહી હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational