આ ઘર છે મજાનું
આ ઘર છે મજાનું
જગત આંગણે આ ઘર છે મજાનું,
ઊડી જાય પંખી તો પિંજર નકામું,
નથી માંગતા કંઈ, અમે તો સવાયું,
મળ્યું છે એ માન્યું, અમે તો નફાનું,
બળાપા, અજંપા ઘણા છે પરંતુ,
કદી પણ જડે ના, શું કારણ વ્યથાનું,
નયન પર જડાવ્યા, સમયના છે ચશ્મા,
ઘણું દૂર લાગ્યું, મને ઘર સગાનું,
પડી જો રહ્યા તો કટાઈ જઈશું,
ઘસાયા પછી તો છે ઉજળા થવાનું,
ભજન સાંભળે પણ, અવરને સતાવે,
મળે પુણ્ય ક્યાંથી પછી તો કથાનું ?
સફર શ્વાસની જ્યાં થતી હોય પૂરી,
નથી ચાલતું ત્યાં, પછી કોઈ બહાનું.
